આઝાદી કે રંગ EC ઉત્સવ ૨૦૨૬માં વિદ્યાર્થીઓએ વક્તૃત્વ, ગાયન અને નાટ્ય દ્વારા વ્યક્ત કર્યો રાષ્ટ્રપ્રેમ.
૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, દાહોદના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ વિભાગ દ્વારા આઝાદી કે રંગ EC ઉત્સવ ૨૦૨૬નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. રંગ દેશભક્તિ કે, જોશ આઝાદી કા! જેવી ઉર્જાસભર ટેગલાઇન સાથે યોજાયેલા કાર્યક્રમમાં સમગ્ર વાતાવરણ દેશપ્રેમના રંગે રંગાઈ ગયું હતું.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ, ગાયન અને નાટ્ય જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સ્વતંત્રતાનું મહત્વ, રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા, દેશપ્રેમ, જવાબદાર નાગરિકત્વ અને ભારતના વિકાસ જેવા વિષયો પર આત્મવિ શ્ર્વાસપૂર્વક પોતાના વિચારો રજૂ કર્યા હતા. નાટ્ય સ્પર્ધા કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની હતી. વિદ્યાર્થીઓએ અભિનય, સંવાદ અને ટીમવર્ક દ્વારા દેશપ્રેમ, એકતા, સ્વતંત્રતાનું મહત્વ અને યુવા પેઢીની જવાબદારીનો અસરકારક સંદેશ આપ્યો હતો.
૧૫ ઓગસ્ટની પૂર્વસંધ્યાએ યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ માત્ર પોતાની પ્રતિભા જ રજૂ કરી નહોતી, પરંતુ દેશની સ્વતંત્રતા માટે થયેલા ત્યાગ અને બલિદાનને યાદ કરી રાષ્ટ્રપ્રેમ, એકતા અને જવાબદારીનો સંદેશ પણ આપ્યો હતો.
કાર્યક્રમનું આયોજન જી.ઈ.સી. દાહોદના આચાર્ય ડો. કે. બી. જુડાલના પ્રોત્સાહન અને ઇ.સી. વિભાગના વડા ડો. બી. એમ. પરમારના માર્ગદર્શન હેઠળ પ્રો. એસ.એન. ડામોર અને પ્રો. કે.એ.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આઝાદી કે, રંગ EC ઉત્સવ ૨૦૨૬ વિદ્યાર્થીઓ માટે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને માત્ર એક પ્રસંગ નહીં, પરંતુ દેશપ્રેમને અનુભવી અને અભિવ્યક્ત કરવાની એક યાદગાર તક બની રહ્યો.