ગરબાડામાં ૮૦મા સ્વતંત્રા દિવસના ભાગરૂપે તિરંગા યાત્રા યોજાઈ

ગરબાડા નગરમાં ૮૦માં સ્વતંત્રતાના ભાગ‚પે તારીખ ૧૪ ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે તિરંગા યાત્રા ગરબાડા માધ્યમિક શાળાએથી નીકળીને તાલુકા પંચાયત કચેરી એ પહોંચી હતી. હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. જેમાં રાજકીય આગેવાનો, શિક્ષકો, શાળાના બાળકો, ગ્રામજનો, અધિકારિયો, કર્મીઓ અને પદાધિકારીઓ પણ જોડાયા હતા.