
દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના મોટીખરજ (માળ ફળીયા) ગામના રહેવાસી વજીયાભાઇ વસનાભાઇ ભાભોર (ઉં.વ. ૩૯/૪૧) તારીખ ૦૩/૦૩/૨૦૨૬ ના રોજ સવારે આશરે ૦૬:૦૦ વાગ્યાના સુમારે ઘરેથી “દાહોદ બેન્કમાં ખાતું ખોલાવવા જાઉં છું” તેમ કહીને નીકળ્યા બાદ પરત ફર્યા નથી. પરિવારજનો દ્વારા સગા-સંબંધીઓ તથા આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં તેમની કોઈ ભાળ મળી આવી નથી.
આ અંગે ગુમ થનારના પત્ની સામાબેન ભાભોર દ્વારા દાહોદ રલ પોલીસ સ્ટેશન ખાતે ગુમ સુધા નોંધ નં. ૧૪/૨૦૨૬ (તા. ૦૭/૦૮/૨૦૨૬) થી જાણ કરવામાં આવી છે.
ગુમ થનાર વ્યક્તિનું વર્ણન:
નામ: વજીયાભાઇ વસનાભાઇ ભાભોર
ઉંમર: આશરે ૩૯ થી ૪૧ વર્ષ
ઊંચાઈ: આશરે ૪ ફૂટ
બાંધો: મધ્યમ
વાંગ/રંગ: ઘઉંવર્ણ
ચહેરો: લંબગોળ, નાક અણીદાર
પહેરેલ કપડાં: સફેદ કલરનું આખી બાયનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ
ભાષા: ગુજરાતી વાંચી-લખી શકે છે તથા હિન્દી બોલી શકે છે.
સંપર્ક સૂત્ર:
ઉપરોક્ત વર્ણનવાળા વ્યક્તિ અંગે કોઈપણ નાગરિકને માહિતી કે પત્તો મળે, તો તુરંત જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરવા દાહોદ રલ પોલીસ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે:
દાહોદ રલ પોલીસ સ્ટેશન: ૬૩૫૯૬૨૭૦૭૯ / ૦૨૬૭૩-૫૯૬૨૭૦૭૯
તપાસ કરનાર અમલદાર (અજઈં સંજયભાઈ): ૯૫૧૦૧૭૧૮૩૨
અરજદાર/પરિવારજન મોબીલ નંબર: ૯૭૨૭૦૧૧૩૪૬ / ૮૯૮૦૬૪૯૬૩૭.