જીલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો

જીલ્લા કલેક્ટર સુરભી ગૌતમની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું.

આગામી તા.૧૫ મી ઓગસ્ટ-૨૦૨૬,આઝાદીના ૮૦મા સ્વાતંત્ર્ય રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લાકક્ષાની ઉજવણીમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી પી.સી બરંડાની વિશેષ ઉપસ્થિતિ રહેનાર છે જેને અનુલક્ષીને આજરોજ સુખસર તાલુકાના વરૂણાશ્રમ મકવાણાના વરૂણા ખાતે જિલ્લા કલેકટર શ્રી સુરભી ગૌતમની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું હતું.

સમગ્ર કાર્યક્રમનું રિહર્સલમાં પોલીસ જવાનો દ્વારા પરેડ, વિવિધ શાળાઓના વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના અવસરોના રિહર્સલનું જીલ્લા કલેકટર સુરભી ગૌતમએ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને માર્ગદર્શિત કર્યાં હતા.

આ રિહર્સલ તથા નિદર્શનમાં, નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ, જીલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક પલ્લવી બારૈયા,જીલ્લા પુરવઠા અધિકારી ગૌતમ લોડલીયા, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અધિકારી હિમાનીબેન શાહ, ઝાલોદ પ્રાંત અધિકારી એ.કે.ભાટિયા,નાયબ પોલીસ અધિક્ષક સર્વ, સુખસર મામલતદાર જીલ્લા શિક્ષણાઅધિકારી એસ. એલ.દામા, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આરતસિંહ બારિયા,સહીત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.