
દાહોદ જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત દ્વારા સુખસર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડમત તથા સબ સેન્ટર ઝાબ ખાતે મમતા દિવસની મુલાકાત લેવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન મમતા દિવસ અંતર્ગત આપવામાં આવતી માતા અને બાળ આરોગ્ય સેવાઓની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે પોરાનાશક કામગીરી, ડસ્ટિંગની કામગીરી સહિતની વિવિધ કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ સ્થળ પરની કામગીરીનું સઘન નિરીક્ષણ કરી આરોગ્ય સેવાઓ વધુ અસરકારક અને ગુણવત્તાસભર બને તે માટે આરોગ્ય કર્મચારીઓને જરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
આરોગ્ય કર્મચારીઓને મમતા દિવસની સેવાઓનું નિયમિત અને સુચા આયોજન કરવા તેમજ સ્વચ્છતા અને રોગચાળા નિયંત્રણ સંબંધિત કામગીરીમાં સતત તકેદારી રાખવા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..