આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી-દાહોદ સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય યુવા દિવસની કરાઈ ઉજવણી

દાહોદ: સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ. સુધિર જોશી, જિલ્લા આયુર્વેદ અધિકારી અને પ્રોગ્રામ ઓફિસર – ICDS, દાહોદ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ડૉ. સુધિર જોશીએ યુવાનોના સર્વાંગી વિકાસ માટે 3I – Information, Inspirationઅને Integrationના મહત્વ વિશે સમજાવ્યું હતું.

Information (માહિતી): વિદ્યાર્થીઓને જ્ઞાન અને યોગ્ય માહિતી મેળવવા તથા સતત શીખતા રહેવા પ્રેરિત કરવામાં આવ્યા.

Inspiration (પ્રેરણા): પોતાના લક્ષ્યો નક્કી કરી આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી.

Integration (એકતા/સમન્વય): વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, સહકાર અને સમાજ સાથે જોડાઈને કાર્ય કરવાની ભાવના વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને જ્ઞાન, પ્રેરણા અને સમન્વય દ્વારા જવાબદાર તથા સક્ષમ નાગરિક બનવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી રહ્યો હતો.

આ કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ડૉ. કે. બી. જુડાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું સંચાલન ડૉ. ઇશાક શેખ દ્વારા કરવામાં આવ્યું હતું.​