આરબીઆઇએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, વ્યાજ દરો પણ વધશે નહીં

ભારતીય રિઝર્વ બેંકએ ફરી એકવાર રેપો રેટ ૫.૨૫ ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે.આરબીઆઇની નાણાકીય નીતિ સમિતિએ વર્તમાન આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.આરબીઆઇ એમપીસીની બેઠક આ અઠવાડિયાના સોમવારથી શરૂ થઈ હતી, અને આજે, આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રાએ એમપીસી મીટિંગમાં લીધેલા નિર્ણયોની જાહેરાત કરી હતી.ભારતીય રિઝર્વ બેંકે આ વર્ષે અત્યાર સુધી રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

આરબીઆઇએ છેલ્લે ડિસેમ્બર ૨૦૨૫ માં રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો. નાણાકીય નીતિ સમિતિએ વ્યાજ દરો પર પોતાનું તટસ્થ વલણ જાળવી રાખ્યું છે. ભારતીય રિઝર્વ બેંક દર બે મહિને નાણાકીય નીતિની સમીક્ષા કરે છે અને જરૂરિયાત મુજબ વ્યાજ દરોને સમાયોજિત કરે છે. આ વર્ષે અત્યાર સુધી,એમપીસી ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન અને હવે ઓગસ્ટમાં મળી ચૂકી છે.આરબીઆઇ એમપીસીની આગામી બેઠક હવે ઓક્ટોબરમાં યોજાશે.

વધુમાં, ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે તેના કુલ સ્થાનિક ઉત્પાદન વૃદ્ધિનો અંદાજ થોડો વધારીને ૬.૭ ટકા કર્યો છે. છૂટક ફુગાવાનો અંદાજ પણ થોડો ઘટાડીને ૫.૦૦ ટકા કરવામાં આવ્યો છે. જૂનમાં,આરબીઆઇએ ૨૦૨૬-૨૭ માટે જીડીપી વૃદ્ધિ ૬.૬ ટકા અને છૂટક ફુગાવાનો ૫.૧ ટકા રહેવાનો અંદાજ મૂક્્યો હતો.રિઝર્વ બેંક ઓફ ઈÂન્ડયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે દેશનો વર્તમાન છૂટક ફુગાવાનો દર અપેક્ષા કરતા વધારે રહ્યો છે.

આ વલણમાં ખાદ્ય અને બળતણ ફુગાવાનો સૌથી મોટો હિસ્સો છે. તેમણે ઉમેર્યું હતું કે ફુગાવો પણ પુરવઠા દબાણનું કારણ બની રહ્યો છે. વધુમાં, ચોમાસાની આસપાસની અનિશ્ચિતતાને કારણે ભવિષ્ય અનિશ્ચિત રહે છે. ગવર્નરે નોંધ્યું હતું કે, જાકે, મજબૂત માંગ દેશના આર્થિક વિકાસ દરને ટેકો આપી રહી છે.

એસપીસી નિર્ણયોની જાહેરાત કરતા, સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આ મુશ્કેલ પરિÂસ્થતિઓ છતાં, ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર રહ્યું છે. જા કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ સંઘર્ષ મુખ્ય વેપાર માર્ગોને વિક્ષેપિત કરીને વૈÂશ્વક અર્થતંત્ર માટે પડકાર ઉભો કરવાનું ચાલુ રાખે છે. તેમણે કહ્યું કે છૂટક ફુગાવો નજીકના ગાળામાં ઊંચો રહેશે, પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં ટોચ પર પહોંચ્યા પછી ઘટવાનું શરૂ થશે. —