ટ્વિટરની ’કરામત’થી પીઓકેનું ગિલગીટ- બાલ્ટીસ્તાન ભારતમાં ભળી ગયું!: પાક.ને ઝટકો

નવીદિલ્હી, ગિલગિટ- બાલ્ટીસ્તાન હાલ પીઓકે- પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં છે પરંતુ ટવીટરે તેનું લોકેશન ભારતના જમ્મુ-કાશ્મીરમાં દેખાડીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. આ અંગેની વિગત એવી છે કે માઈક્રો બ્લોગીંગ સાઈટ ટવીટરે કંઈક એવું કર્યું છે, જેના કારણે પાકિસ્તાનની સરકાર પરેશાન થઈ ગઈ છે.

ટવીટરે ગિલગીટ-બાલ્ટીસ્તાનમાં પાકિસ્તાનના અધિકારિક હેન્ડલને બ્લોક કરી દીધું છે અને અહીના યુઝર્સને તેમના ક્ષેત્રનું લોકેશન જમ્મુ-કાશ્મીર જોવા મળી રહ્યું છે!

જેના કારણે ત્યાંના યુઝર્સ ઘણાં પરેશાન છે. ટવીટરે ગિલગીટ-બાલ્ટીસ્તાનને ભારતનો બાગ બતાવ્યો છે. ખરેખર વાત એમ છે કે રવિવારે જયારે આ ક્ષેત્રના લોકોએ પાકિસ્તાનની સરકારના અધિકૃત હેન્ડલને એક્સેસ કરવાનું ઈચ્છયું તે ખબર પડી કે આ હેન્ડલ તો બ્લોક થઈ ગયું છે. સાથે સાથે આ ક્ષેત્રને ભારતના ભાગવાળું કાશ્મીર તરીકે બતાવ્યું.

આ ક્ષેત્રમાં રહેતા લોકોએ જયારે ટવીટ કર્યું તો ક્ષેત્રના લોકોના લોકોને ભારતના ક્ષેત્રમાં બતાવાયા હતા. કારણ કે લોકેશન કાશ્મીરનું હતું. ગિલગીટ-બાલ્ટીસ્તાનના ટવીટર યુઝર્સે જયારે આ બાબતે ફરિયાદ કરી તો એ ક્ષેત્રની સરકારના અધિકૃત એકાઉન્ટ એક્સેસ નહોતા થઈ રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. યુઝર્સે ઘણીવાર સુધી સરકારના હેન્ડલ્સને એક્સેસ કરવાની કોશિશ કરી પણ દર વખતે તેમને જવાબ મળ્યો, કાનુની માંગના જવાબમાં ભારતમાં એકાઉન્ટને રોકી લેવામાં આવ્યું છે.

માર્ચ ૨૦૨૩માં ભારતમાં પાકિસ્તાનની સરકારના અધિકૃત હેન્ડલ્સને બળ કરી દેવાયું છે. આ પુરા મામલે ટવીટર ખામોશ છે. ટિપ્પણી માટે પાકિસ્તાન ટેલિકોમ્યુનીકેશન ઓથોરીટી તરફથી પણ કોઈ પ્રતિક્રિયા નથી આવી. ટવીટર એલ્ગોરિધમ ગિલગીટ-બાલ્ટીસ્તાનને પોતાના ફીડમાં ભારતમાં દેખાડી રહ્યું છે.