કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦નું કાઉન્ટડાઉન શરૂ, કોમનવેલ્થ ફ્લેગ મુખ્યમંત્રીને સુપ્રત કરાયો

વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદ ખાતે સફળતાપૂર્વક થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્ય સરકાર, રમતગમત વિભાગ અને સંબંધિત તમામ સંસ્થાઓના સંકલન સાથે ‘ટીમ ગુજરાત’ સંપૂર્ણ સજ્જ બની રહી છે. રાજ્યનો હેતુ માત્ર સફળ આયોજન કરવાનો જ નહીં પરંતુ ગુજરાતને આંતરરાષ્ટÙીય રમતગમતના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાનો પણ છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત અને દેશના તમામ યુવા ખેલાડીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ માટેની તૈયારીઓ આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર તમામ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રમતગમતની સુવિધાઓ, ખેલાડીઓ માટેની વ્યવસ્થાઓ અને આયોજનના દરેક પાસા પર સતત કામગીરી કરી રહી છે જેથી અમદાવાદ વિશ્વસ્તરીય રમતોત્સવનું સફળ યજમાન બની શકે.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે કોમનવેલ્થ ફેડરેશન, ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશન, સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ઇÂન્ડયા તેમજ રાજ્યના રમતગમત વિભાગના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. તમામ સંસ્થાઓ વચ્ચે સતત સંકલન જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે, જેથી આયોજનના દરેક તબક્કે આંતરરાષ્ટÙીય ધોરણોનું પાલન થઈ શકે.

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ના ક્લોઝિંગ સેરેમની અને ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમ બાદ ગ્લાસગો ડેલિગેશન તેમજ ગુજરાતના એથલીટ્‌સ અને પેરા-એથલીટ્‌સે રાજ્યની કેબિનેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિધિવત રીતે કોમનવેલ્થ ફ્લેગ સુપ્રત કર્યો હતો. આ પ્રસંગ ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની રહ્યો હતો અને ૨૦૩૦ની ગેમ્સના આયોજન તરફના મહત્વપૂર્ણ પગલા તરીકે જાવામાં આવી રહ્યો છે.રાજ્ય સરકારનું માનવું છે કે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન માત્ર એક આંતરરાષ્ટ્રીય રમતોત્સવ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ તેના કારણે ગુજરાતના યુવા ખેલાડીઓને વિશ્વસ્તરીય તાલીમ, આધુનિક રમતગમતની સુવિધાઓ અને આંતરરાષ્ટÙીય સ્તરે સ્પર્ધા કરવાની નવી તકો મળશે. આ આયોજન રાજ્યમાં રમતગમતની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેલા જિલ્લા કક્ષાના સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સને વધુ સક્રિય બનાવવા વિશેષ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. સ્થાનિક યુવા ખેલાડીઓ વધુમાં વધુ સંખ્યામાં આ કેન્દ્રો સાથે જાડાય, તેમને ગુણવત્તાયુક્ત તાલીમ, આધુનિક સુવિધાઓ અને સ્પર્ધાત્મક માહોલ મળી રહે તે માટે નવી યોજનાઓ ઝડપથી અમલમાં મૂકવામાં આવશે.