અમદાવાદના સૈજપુરમાં મોડી રાત્રે પથ્થરમારો, દીકરીને ઈજા; ૮ શખસ સામે પોલીસ ફરિયાદ

શહેરના સૈજપુર વિસ્તારમાં મોડી રાત્રે નજીવી બાબતે થયેલો વિવાદ ઉગ્ર બન્યો હતો. પાટિયાનગરની ચાલીમાં ગાળો બોલતા કેટલાક શખસોને રોકતા મામલો મારામારી અને પથ્થરમારા સુધી પહોંચ્યો હતો. આ ઘટનામાં ફરિયાદીની દીકરીને કપાળના ભાગે ઈજા પહોંચી હતી.સમગ્ર મામલે શહેરકોટડા પોલીસે ૮ શખસો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, સૈજપુરના પાટિયાનગરની ચાલીમાં રહેતા પિનાકીન જાદવે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પિનાકીન જાદવ સિક્્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ૪ ઓગસ્ટની રાત્રે તેઓ પોતાના ઘરે હાજર હતા. દરમિયાન રાત્રિના લગભગ ૧૧ વાગ્યાના સમયે ચાલીમાં કેટલાક લોકોનો અવાજ સંભળાયો હતો.તેમણે નીચે આવીને જાયું તો કેટલાક લોકોનું ટોળું એકઠું થયેલું હતું અને તેમાં કેટલાક શખસો ગાળો બોલી રહ્યા હતા.

ફરિયાદ મુજબ, પિનાકીન જાદવે ટોળામાં રહેલા લોકોને ગાળો બોલવાની ના પાડી હતી. આ વાતથી કેટલાક શખસો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની સાથે બોલાચાલી શરૂ કરી હતી.થોડી જ વારમાં મામલો ઝઘડા સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ ચાલીના અન્ય લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા હતા.

આરોપ છે કે ઉશ્કેરાયેલા ટોળાએ ચાલીના લોકો સાથે મારામારી શરૂ કરી હતી અને ત્યારબાદ ઈંટો તથા પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું હતું.આ હુમલા દરમિયાન પિનાકીન જાદવની દીકરીને કપાળના ભાગે ઈંટ વાગતા ઈજા થઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું.આ ઉપરાંત ચાલીમાં રહેતા અન્ય લોકોને પણ ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોÂસ્પટલ લઈ જવામાં આવ્યા હતા.ફરિયાદમાં જણાવ્યા મુજબ, હુમલા બાદ પણ કેટલાક લોકો ફરી આવ્યા હતા અને ઝઘડો કરી ધમકી આપી હતી.ઘટનાની જાણ થતાં શહેરકોટડા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.આરોપીના નામ આ મુજબ છે. પપ્પુ રાઠોડ,સંજય રાઠોડ, બોબી રાઠોડ, બબલુ રાઠોડ, કરણ ડોડીયા, આશિષ રાઠોડ, સાહિલ પરમાર અને આર્યન પરમાર હાલ શહેરકોટડા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.