વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપે મજબૂત લીડ સાથે જીત તરફ આગળ વધતી દેખાઈ રહી છે. ૧૪મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર સતિષ પટેલ ૨૨,૫૦૯ મતની જંગી સરસાઈ સાથે આગળ ચાલી રહ્યા હતાં આ દરમિયાન ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો અને જીત નિશ્ચિત માનતા મહિલા કાર્યકરોએ ગરબા રમી ઉજવણી શરૂ કરી હતી. અંતે પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ૩૦,૪૯૯ની લીડથી જીત્યા છે.
તો કોંગ્રેસના ઉમેદવારને ૨૪,૫૮૫ મત મળ્યા છે.૩૦ જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણીમાં માત્ર ૩૭.૦૫ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જાકે મતગણતરીના પ્રારંભથી જ ભાજપે સતત લીડ જાળવી રાખી છે. ભાજપના ઉમેદવાર સતિષ પટેલે મતદારોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, “માંજલપુરની જનતાએ જેમ યોગેશ કાકાને સહકાર આપ્યો હતો, એ જ રીતે મને પણ આશીર્વાદ આપ્યા છે.
હું આ વિશ્વાસ પર ખરો ઉતરીશ અને વિસ્તારના વિકાસ માટે સતત કાર્ય કરીશ.” મતગણતરી દરમિયાન જ ભાજપના કાર્યકરો જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા હતા. મહિલા કાર્યકરોએ ગરબા રમીને ઉજવણી કરી વડોદરા હાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું કે, કાર્યકરોની મહેનત અને બૂથ સ્તરે થયેલા સંગઠિત પ્રયાસોના કારણે ભાજપને આ લીડ મળી રહી છે.
બીજી તરફ શહેર મહામંત્રી લકુલેશ ત્રિવેદીએ પણ મોટી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.મતગણતરી કેન્દ્ર ખાતે કુલ ૧૪ ઈવીએમ ટેબલ અને એક પોસ્ટલ બેલેટ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી હતી . ૨૬૦ મતદાન મથકોના મતોની ગણતરી કુલ ૧૯ રાઉન્ડમાં પૂર્ણ થઇ સવારે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થયા બાદ ઈવીએમના મતોની ગણતરી હાથ ધરવામાં આવી હતી.