જનોડ સીમ વિસ્તારમાં શિકાર કરવા આવ્યો હોવાની શક્યતા

જનોડમાં દીપડો દેખાતા ગ્રામજનો ભયભીત, પકડવા પાંજરા ગોઠવાયા.

દીપડાના પગલાંના નિશાન દેખાયા હોવાનો વનવિભાગનો સ્વીકાર, આસપાસના કોતરોમાંથી અહીં પહોંચ્યો હશે.

બાલાસિનોર તાલુકાના જૂના જનોડ ગામની સીમમાં ગઇકાલે રાત્રિના સમયે એક દીપડો આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેના પગલે ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ પ્રસર્યો છે. વનવિભાગની ટીમે સ્થળ પર આવી તપાસ કરીને દીપડાને પકડવા માટે પાંજ‚ં ગોઠવવાની કવાયત હાથ ધરી છે.

બાલાસિનોરના જૂના જનોડ ગામની સીમમાં ગઇકાલે રાત્રિના સમયે એક દીપડો આવી ચડ્યો હતો. દીપડાને ‚બ‚ જોનાર ખેડૂતના જણાવ્યા અનુસાર રાત્રિના ૧ થી ૩ વાગ્યાની વચ્ચે બે કલાક માટે દીપડો આ વિસ્તારમાં રોકાયો હતો. પશુનો શિકાર કરવા માટે દીપડો આવ્યો હોવાની શક્યતા છે. આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગના સૂત્રોએ સ્વીકાર કરતા જણાવ્યું છે કે, જૂના જનોડના સીમ વિસ્તારમાં દીપડાના પગના નિશાન જોવા મળ્યા છે. એટલે આ વિસ્તારમાં દીપડાની હાજરી હોવાની વાત સાચી છે. જેના પગલે અહીં પાંજ‚ ગોઠવીને દી૫ડાને પકડવા માટેની કવાયત શ‚ કરાઇ છે. જૂના જનોડ ગામની આસપાસમાં નદીના કોતરો છે. જ્યાંથી દીપડો સીમ વિસ્તારના ખેતરોમાં આવ્યો હોવાનું અનુમાન વનવિભાગે લગાવ્યું છે. જૂના જનોડમાં દીપડાએ દેખા દીધી હોવાની આ ઘટનાના પગલે આસપાસના અન્ય ગામના ખેડૂતો અને ગ્રામજનોમાં પણ ભયની લાગણી પ્રસરી ગઇ છે.