સંતરામપુર હરસિધ્ધિ સોસાયટીનો ચેક રિટર્ન થતા ફરિયાદી વીરપુરા યશવંતી ૧૩૮ સંતરામપુર એડિશનલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. આજરોજ તેનો ચુકાદો પણ અપાયો હતો, આરોપી પટેલ વિજયકુમાર દેવાભાઈ મૂળ રહેવાસી લિંબોલા તાલુકો કડાણા જેમણે હરસિધ્ધિ કો.ઓ. ક્રેડિટ સોસાયટીમાં ધિરાણ માટે પોતાના જામીન અને સિક્યુરિટી માટે ચેક આપવામાં આવેલા હતા, પરંતુ આ ચેક રિટર્ન થતા સોસાયટીના મેનેજર દ્વારા નિર્ણય લઈને ૧૩૮ દાખલ કરવામાં આવેલી હતી. ફોજદારી કાર્યરત સહ ૧૯૭૩ ની કલમ ૨૫૫ અવનય આરોપી પટેલ વિજયકુમાર દેવાભાઈ પટેલ નેગોસીએશન સ્ટેટમેન્ટ કલમ મુજબ એક વર્ષની સાદી સજા નો હુકમ કરવામાં આવેલો હતો અને જણાવેલું કે, આરોપીએ ફરિયાદીને વળતર પેટે પિયા ચેકની રકમ ા.૧,૨૬,૯૪૦ એક માસમાં ચૂકવવા માટેની હુકમ કરવામાં આવેલો હતો. જો આરોપી રકમ ચૂકવવામાં ચુકવવા નહીં કરે તો છ માંથી સજા ફરીથી ભોગવવાનો હુકમ કરેલો હતો. હરસિધ્ધિ સોસાયટીનો ચેક રિટર્ન થતા આરોપીને એક વર્ષની સજા અને રકમની ભરપાઈ કરવાનું આજ રોજ કોર્ટ માંથી હુકમ કરીને ચુકાદો આપ્યો હતો.