મહીસાગર જીલ્લામાં “વિશ્ર્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી અંતર્ગત સ્તનપાન જાગૃતિ પ્રતિજ્ઞા લેવામાં આવી

રાજ્યની સાથે મહીસાગર જીલ્લામાં પણ આગામી તા. ૧ ઓગસ્ટથી ૭ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન “વિશ્ર્વ સ્તનપાન સપ્તાહ-૨૦૨૬ ની ઉજવણી કરવામાં આવનાર છે. આ વર્ષે “જીવનની ટકાઉ અને સ્વસ્થ શ‚આત માટે સ્તનપાન, સફળ પ્રયાસોને વધુ મજબૂત બનાવીએ ની થીમ સાથે ઉજવણી કરાશે.

આ ઉજવણીના ભાગ‚પે આજરોજ જીલ્લા કલેક્ટર કચેરી વીડિયો કોન્ફરન્સ ખાતે જીલ્લા કલેક્ટર અર્પિત સાગર, જીલ્લા પ્રોગ્રામ ઓફિસર અને અન્ય સ્ટાફ દ્વારા સ્તનપાન જાગૃતિ અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.