રાજકોટ, રાજકોટમાં ૨૭ જુનના રોજ અમદાવાદ હાઇવે પર યુવરાજનગર વિસ્તારમાં રહેતી સગીરાની અમૂલ ઇન્ડસ્ટ્રીઝની બંધ લેથ મશીનના કારખાનામાંથી લાશ મળી આવી હતી આ કેસમાં હવે મોટો ખુલાસો થયો છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યા કરનાર શખ્શ કિશોરીનો પરિચીત જ હતો ગોંડલનો આ કુખ્યાત શખ્શ કિશોરીના ઘરે આવતો જતો હતો ૨૭ તારીખે કિશોરી જયારે અમૂલ ઇન્ડસ્ટ્રીઝ પહોંચી ત્યારે તેની પાસે અઘટિત માંગણી કરી હતી કિશોરીએ માંગણી ના સ્વીકારતા તેની હત્યા કરી હતી.
પોલીસ ૪૦થી વધુ શકમંદો સામે તપાસ કરી રહી હતી આ શખ્શ સુધી પોલીસ પહોંચે તે પહેલા તેણે મોબાઇલ સ્વિચઓફ કરી દેતા પોલીસના શંકાના દાયરામાં આવી ગયો હતો જે બાદ પોલીસે તેને ઝડપી પાડતા સમગ્ર ગુનાનો પર્દાફાશ થયો છે હાલ પોલીસ આરોપીની પુછપરછ કરી રહી છે આ અંગે ટુંક સમયમાં વધુ વિગતો બહાર આવે તેવી સંભાવના છે