દે.બારીયા શહેરના એમ.જી.વી.સી.એલ.ના સમૂહમાં ત્રણ મોટા ટ્રાન્સફોર્મર કાર્યરત છે અને આની હજારોની કીંમત હશે શહેરના જુના પોલીસ લાઈન સામે, ખાર કુવા પાસે ડી.પી. ઉપર હાલમાં નવા વરસાદના ઝાડી વેલા ડીપી ઉપર ચડી ગયાહોવાથી ગમે તે સમયે ડીપીમાં શોર્ટ સર્કિટ થવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભુર્ગભ ગટરના ખાર કુવાના પાસે ત્રણ ડીપી કાર્યરત છે ત્યાંથી અલગ અલગ કેબલોના દ્વારા વીજ પ્રવાહ સપ્લાય થાય છે. આ ડીપી ઉપર ઝાડી વેલા છેક ડીપીના જમ્પર સુધી છે તો આ ડીપીમાં ફાયર અથવા શોર્ટ સર્કીટ થવાની શકયતા નકારી નહી શકાય વીજ ઉપકરણોને નુકશાની થવાની સંભાવના બનેલ છે તો કોઈ મોટી દુર્ધટના થાય તેના પહેલા ૬૬ કેવીની કં૫ની ઝાડી વેલાની વહેલી તકે સાફ કરવા માટે જેટકોના કાર્યપાલક ઈજનેર સ્થળ પર જઈ દુર કરાવે તે પણ સામે આવતા ત્રીજા રાઉન્ડનો વરસાદ વીજ સપ્લાયની સમસ્યા ઉભી કરી શકે છે તો વહેલી તકે ઝાડી વેલા દુર કરવામાં જ સમજદારી છે.