
પંચમહાલ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતેની રોપ-વે સેવા આગામી પાંચ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા નિયમિત મેન્ટેનન્સ અને તકનીકી કામગીરી હાથ ધરવા આ નિર્ણય લેવાયો છે.
રોપ-વે સેવા ૩ ઓગસ્ટથી ૭ ઓગસ્ટ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન મહાકાળી માતાજીના દર્શન માટે આવતા યાત્રિકોએ મંદિર સુધી પહોંચવા માટે પગથિયાંનો ઉપયોગ કરવો પડશે. શ્રદ્ધાળુઓને તેમની યાત્રાનું આયોજન આ મુજબ કરવા અપીલ કરાઈ છે.
રોપ-વેની સલામતી અને કાર્યક્ષમતા જાળવવા માટે સમયાંતરે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ, ૮ ઓગસ્ટથી રોપ-વે સેવા રાબેતા મુજબ ફરી શ થશે. દર વર્ષે ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા આવે છે. રોપ-વે સેવા બંધ હોવાથી, આ દિવસોમાં યાત્રિકોને પગથિયાં દ્વારા જ દર્શન કરવા જવું પડશે.