
મોરવા હડફ તાલુકાના સાગવાડા ગામ ખાતે નિર્માણાધીન પમ્પિંગ સ્ટેશન-૧નું ધારાસભ્ય નિમિષાબેન સુથારે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણનો મુખ્ય હેતુ ચાલી રહેલી કામગીરીની પ્રગતિ અને ગુણવત્તાની સમીક્ષા કરવાનો હતો.

નિરીક્ષણ દરમિયાન, ધારાસભ્યએ કામગીરીની પ્રગતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે સ્થળ પર હાજર સંબંધિત વિભાગના અધિકારીઓ અને કામગીરી સાથે સંકળાયેલી એજન્સીના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્યએ કામગીરી ગુણવત્તાસભર રહે, નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય અને લોકોને તેનો સમયસર લાભ મળે તે માટે જરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું. તેમણે સંબંધિત અધિકારીઓને કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા અને આયોજનબદ્ધ રીતે કાર્ય પૂર્ણ કરવા તાકીદ કરી હતી.