નવજીવન કોલેજના વિદ્યાર્થીઓએ ગિદશા ફાર્માસ્યુટિકલ દાહોદની મુલાકાત લીધી

નવજીવન સાયન્સ કોલેજના કેમિસ્ટ્રી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે તા. ૧૭/૦૭/૨૦૨૬ ના રોજ એક દિવસીય ઇંડસ્ટ્રિયલ મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓએ ગિદશા ફાર્માસ્યુટિકલ દાહોદની મુલાકાત લીધી, જ્યાં તેમને સંશોધનમાં ઉપયોગમાં લેવાતા આધુનિક સાધનો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક સાધનો અને તકનીકીઓના વ્યાવહારિક ઉપયોગ વિશે મજબૂત જ્ઞાન પ્રદાન કરવાનો હતો.જેનું આયોજન કોલેજ ના કાર્યકારી આચાર્ય ડો. જી. જે. ખરાદી તથા રસાયણશાસ્ત્ર ના વડા ડૉ. એચ. આર. ડાભી તથા ડો. હિરલ સોલંકી, દીક્ષિત રાઠવા, ભૂમિ ટીલવાણી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.