
૪ શખ્સો સામે ગુનો દાખલ
દાહોદ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે સ્થાનિક ગુના શોધક શાખા (LCB) એ બાતમીના આધારે એક ખુલ્લા જુગારધામ પર સફળ દરોડો પાડી ચાર શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે.
મળતી માહિતી મુજબ, મોટી બાંડીબાર ગામના હક્કુ નદી કિનારે આવેલા સ્મશાન નજીક ખુલ્લામાં કેટલાક ઈસમો ગંજીપત્તા વડેહાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે આયોજનબદ્ધ રીતે દરોડો પાડતાં જુગારીઓમાં નાસ ભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે કોર્ડન કરીને સ્થળ પરથી ચાર શખ્સોને જુગાર રમતા રંગેહાથ દબોચી લીધા હતા.ઝડપાયેલા આરોપીઓ ૧. મિથુનભાઈ લબાના ૨.પ્રહલાદસિંહ લબાના૩ હિતેશકુમાર લબાના ૪. મીલન કુમાર પટેલ પોલીસે રેડ દરમિયાન આરોપીઓ ની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપિયા, ૩ નંગ મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ સહિત કુલ રૂપિયા ૧,૧૯,૨૭૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ મામલે ઝડપાયેલા તમામ ચારેય આરોપીઓ વિરુદ્ધ લીમખેડા પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે તમામની અટકાયત કરી આગળની સઘન તપાસ શરૂ કરી છે