ગોધરા તાલુકાના મોરડુંગરા ગામેથી રૂ.૧૦.૪૦ લાખના ઈંગ્લીશ દારૂ સાથે આરોપી ઈસમને ઝડપી પાડતી એલ.સી.બી.

ગોધરા તાલુકાના મોરડુંગરા ગામે રહેતા ઈસમે પોતાના ધરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન કવાટરીયા અને બીયર ટીન નંગ-૩૪૫૮ કિંમત રૂ.૧૦,૪૦,૬૦૬/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.

ગોધરા તાલુકાના મોરડુંગરા ગામે વડેલીયા ફળીયામાં રહેતા વિનોદકુમાર ચંદ્રસિંહ પટેલ એ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ સંતાડી રાખેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન લંડન પ્રાઈડ પ્રિમીયમ વિસ્કીના કવાટરીયા નંગ-૬૭૨, સુપર સ્ટ્રોંગ બીયર ટીન નંગ-૨૭૩૭, ગોવા સ્પીરીટ ઓફ સ્મુથલેશ વ્હિસ્કી કવાટરીયા નગ-૫ મળી કુલ રૂ.૧૦,૪૦,૬૦૬/-ના મુદ્દામાલ સાથે વિનોદકુમાર પટેલને ઝડપી પાડવામાં આવ્યો હતો અને પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.