ગોધરા પ્રેરણા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખના જન્મ દિવસે પોતાની શૈક્ષણિક સંસ્થામાં રકતદાન કેમ્પનું આયોજન કર્યું

ગોધરાના પ્રેરણા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ર્ડા. વિજયભાઈ પટેલના જન્મ દિવસે ઉજવણી કે ભેટ સોગાદ કરવાનું ટાળ્યું હતું અને વિજય ઈન્ટરનેશનલ સ્કુલ ગોધરા, હોમીયોપેથીક કોલેજ રેણા મોરવા, આર્યુવેદિક કોલેજ શિવપુરી ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

રકતદાન કેમ્૫માં ર્ડા. વિજય પટેલ પોતે અને તેમની ધર્મપત્ની અપેક્ષા વિજયભાઈ પટેલ રકતદાન કર્યું હતું. પોતાની સ્કુલના નાના બાળકોને રકતદાનનું મહત્વ હોય છે તે સમજાવતા રકતદાન કેમ્પની બાળકોને મુલાકાત કરાવી સમજણ આપવામાં આવી. ૫૦૦ જેટલા બ્લડ યુનિટ એકત્રિત કરી પોતાના જન્મદિવસની સાચા અર્થમાં ઉજવણી કરવામાં આવી હતી.