
સંખેડા તાલુકાના વાસણા ખાતે જગદગુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની ઉપસ્થિતિમાં ૨૫ લોકોની સનાતન ધર્મમાં ‘ઘરવાપસી’ કરાવાઈ. આ લોકોએ અગાઉ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.
છોટા ઉદેપુર જીલ્લો આદિવાસી બહુલ વસ્તી ધરાવે છે. અહીં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા લોભ-લાલચ આપીને અથવા ભોળવીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાનું જણાવાયું છે. આ ’ઘરવાપસી’નો કાર્યક્રમ વાસણા ખાતે આનંદ વર્ધન આશ્રમના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન, ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ભોળવીને, લાલચ આપીને અથવા અજ્ઞાનતાને કારણે ધર્મ પરિવર્તન કરનારા ૨૫ લોકોને સનાતન ધર્મમાં પરત લાવવામાં આવ્યા. આ તમામને રામનો મંત્ર આપીને મૂળ ધર્મમાં પાછા લાવવામાં આવ્યા હતા, જેને ’સુધર્મા નયન’ કહેવાય છે.
આ પ્રસંગે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, “કોઈ ઈસાઈ હિન્દુ નથી બનતા. અમે હિન્દુઓને હિન્દુ બનાવી રહ્યા છીએ, જેઓ ત્યાં જતા રહ્યા હતા. આ અમારી સંસ્કૃતિ છે.”