
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નાની બોરીયાળી ગામે એક ૮ વર્ષિય બાળકીને ઝેરી સાંપે પગના ભાખે ડંખ મારતા બાળકીનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.
ગરબાડાના નાની બોરીયાળી ગામે રહેતા ૮ વર્ષિય ક્રિષ્ણા રાકેશભાઈ ગરવાળ પોતાના ધરે અભ્યાસ માટે લાકડાના પાટિયા ઉપર ચોપડી ઉતારવા ગયા હતા. ત્યારે નીચેથી ૫સાર થતા એક ઝેરી સાંપે ડંખ મારતા ક્રિષ્ણાએ બુમાબુમ કરી હતી. આ સાંભળી પરિવારજનો દોડી આવ્યા હતા. અને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન ૮ વર્ષિય ક્રિષ્ણાનુ મોત નીપજયું હતુ. આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.