ખરીફ મકાઈના પાકમાં રોગ-જીવાતના અસરકારક નિયંત્રણ માટે કૃષિ વિભાગની ખેડૂતોને અપીલ.
ખરીફ મોસમમાં મકાઈના પાકમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ ઓછો રહે તેમજ સારો ઉત્પાદન મળે તે માટે કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને વાવણી પહેલાં અને વાવણી સમયે જરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ ખેડૂતો પ્રમાણિત અને રોગમુક્ત બિયારણનો ઉપયોગ કરે, બીજ માવજત કર્યા બાદ જ વાવણી કરે તેમજ એક જ જમીનમાં સતત મકાઈની ખેતી ટાળીને પાક ફેરબદલી અપનાવે.
ખેતરમાં યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા રાખવી, સંતુલિત ખાતરનો ઉપયોગ કરવો અને સમયસર નિંદામણનું નિયંત્રણ કરવું પણ જરી છે. વાવણી પહેલાં ખેતરમાં નીંદણનો નાશ કરવા તેમજ જમીનજન્ય રોગોના નિયંત્રણ માટે ભલામણ મુજબના ઉપાયો અપનાવવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ગાભમારા, સાંઠાની ઈયળ અને અન્ય જીવાતોના નિયંત્રણ માટે ભલામણ કરેલ જંતુનાશકોનો જ યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
કૃષિ વિભાગે ખેડૂતોને દવાઓનો ઉપયોગ કરતી વખતે લેબલ પર દર્શાવેલ સૂચનાઓનું પાલન કરવા, સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવા અને નિષ્ણાતોની સલાહ વિના દવાઓનું મિશ્રણ ન કરવા પણ અનુરોધ કર્યો છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે ખેડૂતોને પોતાના વિસ્તારના ગ્રામસેવક, કૃષિ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક અથવા જીલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા જણાવાયું છે.
તંદુરસ્ત અને રોગમુક્ત બિયારણ વાપરવું અને રોગપ્રતિકારક જાતો પસંદ કરવી.
ભલામણ કરેલ ખેતી પધ્ધતિનો સમયસર ઉપયોગ કરવી
એક જ જમીન પર મકાઇ વારંવાર ન વાવતા પાકની ફેરબદલી અપનાવવી.
પિયત અને રાસાયણિક ખાતરનો વપરાશ ભલામણ મુજબ જ કરવો
મકાઈમા પાછોતરો સૂકારો રોગના નિયંત્રણ માટે સારા નિતારવાળી જમીન વાવણી માટે પસંદ કરવી તેમજ જમીનનું તાપમાન નીચુ રહે તે માટે ટૂંકા ગાળે પિયત આપવાથી રોગમાં ઘટાડો થાય છે.
મકાઈમાં ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે મગ, અડદ, તુવેર અથવા યોળા આંતરપાક તરીકે વાવવા.
વાવેતર પહેલાં લીંબોળીનો ખોળ ૧ ટન પ્રતિ હેકટર નાખવું.
પૂંછડે યાર ટપકાંવાળી લશ્કરી ઇયળ (ફોલ આર્મીવોર્મ)ના નિયંત્રણ માટે ઓછી સંવેદનશીલ જાતી જેવી કે, ગુજરાત આણંદ પીળી મકાઇ હાઇબ્રીડ-૧ (GAYMII-1) અને ગુજરાત આણંદ પીળી મકાઇ હાઇબ્રીડ-૩ (GAYMIH-3)નું વાવેતર કરવું.
પાનના સુકારા તેમજ તડછારો રોગ સામે પ્રતિકારક જાતો જેવી કે ગુ આપી સં.મ.-૧, ગુઆસ.સીમ-૨. ગુ આ.પી.સં.મ.-૩, ગંગા સફેદ-૨, ગંગા સફેદ-૧૧, ગુજરાત મકાઈ-૨, ૪, ૬, નર્મદા મોતી, ગંગા-૫. ડેક્કન -૧૦, શ્ર્વેતા, નવીન અને જવાહર જેવી જાતોની વાવણી કરવી.
ગાભમારા/ સાંઠાની ઇયળના વ્યવસ્થાપન માટે બિયારણનો દર વધારે રાખવો જેથી શઆતમાં ઉપદ્રવ લાગેલા છોડ ઉપાડી ઇયળ સહિત નાશ કરવાથી ઉપદ્રવ ઘટાડી શકાય અને એકમ વિસ્તારમાં છોડની સંખ્યા સાચવી શકાય.
મકાઈમાં બીજનો કોહવારો, પાનનો સૂકારો અને ઉગતા છોડનો સૂકારો અટકાવવા માટે બીજને જૈવિક ફૂગનાશક તરીકે ટ્રાયકોડર્મા ૬ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ દીઠ માવજત આપીને વાવવા અથવા જરિયાતને ધ્યાને લઇ, ફૂગનાશક દવા તરીકે થાયરમ અથવા કાર્બેન્ડેઝિમ ૨-૩ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજની માવજત આપીને વાવણી કરવી.
ટપકાંવાળી લશ્કરી ઇયળ સામે રક્ષણ માટે બીજને કીટનાશકના તૈયાર મિશ્રણ સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૯.૮%+ થાયામેથોકઝામ ૧૯.૮% એફએસ, ૬ મિ.લિ./ કિ.ગ્રા. પ્રમાણે સપ્રમાણ પાણી ભેળવી બીજ માવજત આપી છાંયડે સૂકવી વાવેતર કરવું.