કાલોલ તાલુકાના ડેરોલ ગામથી પાંડુ ગામ તરફ જતા રોડ ઉ૫ર દેલોલ સ્મશાન નજીક ઓટો રીક્ષા નંબર જીજે.૧૭. વીવી.૫૩૪૭માં ફરિયાદી તથા મરણજનાર બેસીને જતા હતા. ત્યારે બુલેટ બાઈકનો ચાલક પોતાનું વાહન રોંગ સાઈડે હંકારી લાવી રીક્ષાને સામેથી અથડાવી રીક્ષા પલ્ટી ખવડાવી દેતા ફરિયાદીને ઈજાઓ પહોંચાડી ૩૭ વર્ષીય યુવાનને ગંભીર ઈજાઓ પહોંૅચાડતા સારવાર દરમિયાન મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
કાલોલ તાલુકાના ડેરોલ ગામથી પાંડુ ગામ જતા રોડ ઉપર ડેરોલ સ્મશાન નજીકથી ઓટો રીક્ષા નંબર જીજે.૧૭. વીવી.૫૩૪૭માં ફરિયાદી લીલાબેન કમલેશભાઈ નાયક અને કમલેશભાઈ પસીંગભાઈ નાયક રીક્ષામાં બેસી જઈ હ્યા હતા. ત્યારે બુલેટ મોટર સાયકલ નંબર જીજે.૦૬.એમઈ.૯૬૯૭નો ચાલક પોતાનું બુલેટ રોંગ સાઈડમાં પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવ્યો હતો અને રીક્ષાને સામેથી અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં રીક્ષા પલ્ટી ખવડાવી દેતા લીલાબેનને પગના ભાગે તથા માથામાં ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે કમલેશભાઈ નાયકને બન્ને પગે ગંભીર ઈજાઓ પહોંચાડતા દવા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું. અકસ્માત સર્જનાર બુલેટ ચાલક વાહન લઈ નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવા પામી છે.