કોરોના વેક્સીનને કારણે શેન વોર્નનું મોત થયું હતું , ૪ વર્ષ પછી તેના પુત્રએ કર્યો મોટો દાવો

મહાન સ્પિનર શેન વોર્નના નિધનના ૪ વર્ષ પછી તેના પુત્ર જેક્સને એક પોડકાસ્ટમાં દાવો કર્યો હતો કે તેના પિતાનું નિધન કોરોના વેક્સીનના ત્રણ કે ચાર ડોઝ લેવાના કારણે થયું હતું. જેક્સને તેના પિતાની સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સ્વીકાર કર્યો હતો. વોર્નનું ૨૦૨૨માં થાઇલેન્ડમાં હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું, તે સમયે તેઓ ૫૨ વર્ષના હતા.

જેક્સને કહ્યું કે મને આશંકા છે કે કોરોના વેક્સીને આમાં ભૂમિકા ભજવી હતી. મને નથી લાગતું કે હવે એવું કહેવાથી કોઈ પ્રકારનો વિવાદ થશે. ભલે મારા પિતાને પહેલાથી જ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી, મને લાગે છે કે વેÂક્સન લેવાથી તેમની બીમારી વધી હતી. તે એવી વસ્તુ છે જેના વિશે હું સતત વિચારતો રહું છું.

તેણે કહ્યું કે તેના પિતાના મોતના સમાચાર મળ્યા પછી તેની પહેલી પ્રતિક્રિયા સરકારને દોષી ઠેરવવાની હતી. મેં તરત જ કોવિડ અને વેક્સીનને આ માટે જવાબદાર ગણાવ્યા હતા. જેક્સને ઉલ્લેખ કર્યો કે શોક સભામાં ખુલ્લેઆમ આ વિચારો વ્યક્ત કરવાથી તેણે પોતાની જીતને માંડ માંડ રોકી હતી. કદાચ આવું ન કરવું એ એક સમજદારીભર્યો નિર્ણય હતો.

જેક્સને આગળ કહ્યું કે લોકો આ પહેલા પણ હૃદયરોગના હુમલાથી મરી રહ્યા હતા. પરંતુ પિતાજી ઠીક હતા. મારું માનવું છે કે તેમણે ત્રણ કે ચાર વેક્સીનના ડોઝ લીધા હશે. તેઓ વેક્સીન લેવા માંગતા નહોતા, પરંતુ ઘણા અન્ય લોકોની જેમ કામ ચાલુ રાખવા માટે તેમને આવું કરવાની ફરજ પડી હતી.

વોર્નની જીવનશૈલી વિશે બોલતા, જેક્સને કહ્યું કે તે સમયે, પિતાજી સ્વસ્થ અને ખુશ હતા. તેઓ લાંબા સમય પછી નોંધપાત્ર રીતે સારા દેખાતા હતા. તે ચોક્કસપણે ધૂમ્રપાન અને દારૂ પીતા હતો, પરંતુ ૮૦ અને ૯૦ના દાયકાના ઘણા લોકો તેમના પિતા કરતા ઘણા વધારે ધૂમ્રપાન અને દારૂ પીતા હતા. વોર્નને તેના મોતના થોડા મહિના પહેલા કોરોના થયો હતો. તેના અચાનક નિધન સમયે તે કોઈ ગંભીર બીમારી સામે લડી રહ્યા નહોતા.