મહિસાગર જીલ્લાની ગ્રામ પંચાયત વેરા વસુલાતમાં ૧૦૦ ટકા લક્ષ્યાંક પૂર્ણ કર્યો

મહીસાગર જીલ્લાએ ગ્રામ પંચાયત વેરા વસુલાતમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આ સિદ્ધિ નોંધાઈ છે.

જીલ્લામાં કુલ ૮૮.૩૦ ટકા જેટલી નોંધપાત્ર વેરા વસુલાત થઈ છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. આ સિદ્ધિને કારણે મહીસાગર જીલ્લો ગૌરવ અનુભવી રહ્યો છે. વિગતો મુજબ, જીલ્લાની કુલ ૩૬૧ ગ્રામ પંચાયતોમાંથી ૨૦૬ ગ્રામ પંચાયતોએ ૧૦૦ ટકા વેરા વસુલાતનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. આ કામગીરી ગ્રામ્ય સ્તરે મજબૂત વહીવટ અને આયોજન દર્શાવે છે.

આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે જીલ્લા પંચાયત ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા વિકાસ અધિકારી દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

મહીસાગર જીલ્લામાં થયેલી આ સિદ્ધિ અન્ય જીલ્લાઓ માટે પણ પ્રેરણાદાયક ઉદાહરણ પૂ‚ં પાડે છે.