કવાંટમાં ૮ કરોડના ખર્ચે બનનાર આર.સી.સી. રોડનું ખાતમૂહુર્ત ધારાસભ્યના હસ્તે કરાયું

કવાંટ નગરમાં ‚. ૮ કરોડના ખર્ચે બનનારા છઈઈ રોડનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. ૧૩૮ પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ તથા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે આ વિકાસ કાર્યનો પ્રારંભ કરાયો હતો.

આ રોડ કવાંટ-નસવાડી ચોકડી, બાબા આંબેડકર સર્કલથી અઙખઈ માર્કેટ સુધી અને બાબા આંબેડકર સર્કલથી મામલતદાર કચેરી સુધીના માર્ગને આવરી લેશે. તે ૧૪ મીટર પહોળો હશે અને તેમાં ડિવાઈડર તેમજ સ્ટ્રીટ લાઈટોની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે.

આ પ્રસંગે જીલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, તાલુકા પંચાયતના કારોબારી સભ્ય પીન્ટુભાઈ રાઠવા, કવાંટ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ રાઠવા, પદ્મ એવોર્ડ વિજેતા પરેશભાઈ રાઠવા, કવાંટ ગ્રામ પંચાયતના સરપંચ શીલાબેન રાઠવા, ડેપ્યુટી સરપંચ સંદીપભાઈ પંચાલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, કવાંટથી મધ્યપ્રદેશને જોડતો ‚. ૬૫ કરોડનો રોડ અને કવાંટથી નસવાડીને જોડતો ‚. ૭૫ કરોડનો રોડ પણ મંજૂર થઈ ગયો છે. આ ઉપરાંત, કવાંટ તાલુકાના છેવાડાના હાફેશ્ર્વરથી નસવાડી તાલુકાના મોટીઝુડુલીને જોડતા ડુંગરાળ રસ્તાઓ પણ મંજૂર કરવામાં આવ્યા છે. આ રસ્તાઓનું ખાતમૂહુર્ત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.