નવસારીમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના બાદ ડીઇઓએ આપ્યા તાત્કાલિક તપાસના આદેશ

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની એક ખાનગી પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા ધોરણ-૬ના વિદ્યાર્થીને લાકડીથી બેરહેમીથી માર મારવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જિલ્લા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. બાળકના માતા-પિતા દ્વારા ફરિયાદ નોંધાવતાં જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. એન.એસ. પટેલે તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા છે.

આ ઘટનાની ગંભીરતાને યાનમાં રાખીને ડીઇઓએ ત્રણ સભ્યોની ખાસ તપાસ ટીમની રચના કરી છે. આ ટીમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ બાળ સુરક્ષા એકમના અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમે આજે જ ઘટનાસ્થળે પહોંચીને શાળા સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ પીડિત બાળકના વાલીઓના નિવેદનો નોંયા છે. બાળકની તબિયતની તપાસ માટે તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.આ પ્રકારની ઘટનાઓ જિલ્લામાં વારંવાર બની રહી હોવાથી ડ્ઢર્ઈંએ આજે સાંજે જ જિલ્લાના તમામ પ્રાથમિક-માયમિક તેમજ ઉચ્ચતર માયમિક શાળાઓના સંચાલકો તથા આચાર્યો સાથે તાત્કાલિક વીડિયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.

આ કોન્ફરન્સમાં ડીઇઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે,”કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓને શારીરિક કે માનસિક સજા આપવી એ ગંભીર ગુનો છે.આરટીઇ એકટ-૨૦૦૯ હેઠળ આવી કાર્યવાહી કરનાર શિક્ષક કે સંચાલક વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થશે. આવી ઘટના ફરી બને તો સંસ્થાની માન્યતા પણ રદ કરવામાં આવશે.”તપાસ ટીમનો અહેવાલ આવ્યા બાદ આરોપી શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવા તેમજ શાળા સંચાલન સમિતિ વિરુદ્ધ પગલાં લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેમ ડીઇઓએ જણાવ્યું છે.