વડોદરામાં લેબર લાયસન્સ આપવાની કાર્યવાહી માટે રૂ.૭૦ હજારની લાંચ માગવાના કેસમાં નાયબ શ્રમ આયુક્તની કચેરીના બે અધિકારીઓ એન્ટી કરપ્શન બ્યુરો ના છટકામાં ઝડપાયા છે. સુરત છઝ્રમ્ની ટીમે ૧૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન લાંચની રકમ સ્વીકારનાર અધિકારીને સ્થળ પર જ ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ અન્ય અધિકારીને પણ પકડી લેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરાના ભુતડીઝાંપા વિસ્તારમાં આવેલા શ્રમયોગી કલ્યાણ ભવનમાં નાયબ શ્રમ આયુક્તની કચેરી આવેલી છે. અહીં લેબર લાયસન્સ મેળવવા માટે એક અરજદારે અરજી કરી હતી.
આ અરજીના અનુસંધાને લાયસન્સ આપવાની કાર્યવાહી કરવા માટે આસિસ્ટન્ટ લેબર કમિશનર વર્ગ-૧ દીપક અંબાલાલ ચૌહાણે રૂ.૭૦,૦૦૦ની લાંચ માગી હોવાનો આક્ષેપ છે. અરજદાર લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે સુરત છઝ્રમ્એ ૧૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન દીપક ચૌહાણના કહેવાથી મદદનીશ સરકારી શ્રમ અધિકારી વર્ગ-૩ રણજીતસિંહ નટવરસિંહ જાદવે રૂ.૭૦,૦૦૦ની રકમ સ્વીકારી હોવાની વિગતો સામે આવી છે.લાંચની રકમ સ્વીકારતાની સાથે જ છઝ્રમ્ની ટીમે રણજીતસિંહ જાદવને સ્થળ પર ઝડપી લીધા હતા. કાર્યવાહી દરમિયાન લાંચની સંપૂર્ણ રૂ.૭૦,૦૦૦ની રકમ પણ કબજે કરવામાં આવી હતી.
એસીબીની કાર્યવાહી દરમિયાન રણજીતસિંહ જાદવે લાંચની રકમ મળી ગઈ હોવાની જાણ દીપક ચૌહાણને કરી હતી. ત્યારબાદ છઝ્રમ્ની ટીમે દીપક ચૌહાણને પણ ઝડપી લીધા હતા.લેબર લાયસન્સની પ્રક્રિયા માટે લાંચ માગવાના આ કેસમાં બંને અધિકારીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.