પાટણના મ્યુલ એકાઉન્ટના મામલામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પાટણના મ્યુલ એકાઉન્ટના મામલામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાકેશ જોશી નામના વ્યક્તિની પાટણમાં મ્યુલ અકાઉન્ટ સંબંધિત મામલે પોલીસે ધરપકડ કરી છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપીએ આપેલી માહિતી અનુસાર, આરોપી ફ્રેમના નામે ખોલાયેલા એકાઉન્ટમાં ૧૮૪ કરોડની ઠગાઇની રકમ જમા કરતો હતો.

એસપીએ વધુ જણાવ્યું કે, આરોપીઓનો મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે અને તપાસમાં જાણવા મળ્યું છે કે, રાકેશ જોશી દિલીપ અને શૈલેષ ચૌધરી સાથે કામ કરતો હતો. આરોપીને આ કામગીરીમાં દોઢ ટકા કમિશન મળતું હતું.

પોલીસ આ મામલે આગળની તપાસ ચાલુ રાખી રહી છે અને અન્ય સંભવિત આરોપીઓને ઝડપી લેવા પ્રયાસો ચાલી રહ્યા છે. પોલીસે કહ્યું કે ૧૯૬ ફરિયાદો આ ખાતાની હતી અને ૧૮૪ કરોડ રુપિયાની ઠગાઇ કરાઇ હતી.