
અમરેલી જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા તત્વો સામે ફૂડ વિભાગ અને પોલીસે લાલ આંખ કરી છે. ખાંભા તાલુકાના ઈંગોરાળા ગામે રહેણાક મકાનોમાં ધમધમતા નકલી દૃૂધ બનાવવાના રેકેટનો પર્દૃાફાશ થયો છે. મોડી રાત્રે પાડવામાં આવેલા દૃરોડામાં મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ અને કેમિકલયુક્ત પાવડરનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે.
ખાંભા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળેલી બાતમીના આધારે ઈંગોરાળા ગામના બે મકાનોમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દૃરોડા પાડવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ દૃરોડા દૃરમિયાન સ્થળ પરથી ૨૨૦ લિટર તૈયાર નકલી દૃૂધ, ૨૦૦ કિલોથી વધુ દૃૂધ બનાવવાનો શંકાસ્પદૃ પાવડર અને વનસ્પતિ તેલના ડબ્બા મળી આવ્યા હતા. લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે ફૂડ વિભાગે તત્કાલિક કાર્યવાહી કરતા આ શંકાસ્પદૃ નકલી દૃૂધના જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સો પાવડર અને વનસ્પતિ તેલના મિશ્રણથી આબેહૂબ દૃૂધ જેવું જ પ્રવાહી તૈયાર કરતા હતા. આ નકલી દૃૂધ ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને તેમાં કયા હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ થતો હતો, તે જાણવા માટે નમૂનાઓ લઈને એફએસએલ માં મોકલી આપવામાં આવ્યા છે.
ખાંભા પોલીસે આ મામલે હાલ જાણવાજોગ ફરિયાદૃ નોંધી છે. રહેણાક મકાનમાં ચાલતા આ ગોરખધંધાના પર્દૃાફાશ બાદૃ પંથકના અન્ય દૃૂધ વિક્રેતાઓ અને ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, એફએસએલ રિપોર્ટમાં દૃૂધ હાનિકારક સાબિત થશે તો સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર બજારમાં મળતા ખુલ્લા દૃૂધની શુદ્ધતા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.