
પાકિસ્તાનમાં યુએસ એમ્બેસી અને કોન્સ્યુલેટની બહારહિંસક વિરોધ પ્રદર્શનો અને અથડામણોના અહેવાલો વચ્ચે યુએસ સરકારે સુરક્ષા ચેતવણી જારી કરી છે. યુએસ એમ્બેસીએ જણાવ્યું હતું કે લાહોર અને કરાચીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અનેહિંસા તેમજ ઇસ્લામાબાદ અને પેશાવરમાં વધારાના વિરોધ પ્રદૃર્શનોની સંભાવનાને ધ્યાનમાં રાખીને, યુએસ કર્મચારીઓને તેમની હિલચાલ મર્યાદિત કરવા અને ઘરે રહેવાની સૂચના આપવામાં આવી છે.
સુરક્ષા ચેતવણીમાં યુએસ નાગરિકોને સ્થાનિક સમાચાર પર નજર રાખવા, ભીડથી દૃૂર રહેવા, તેમની આસપાસના વાતાવરણથી વાકેફ રહેવા અને તેમના એસટીઇપી નોંધણીને અપડેટ રાખવાની સલાહ આપવામાં આવી છે.
યુએસ એમ્બેસીએ જણાવ્યું હતું કે કરાચી અને લાહોરના કોન્સ્યુલેટ અને ઇસ્લામાબાદૃમાં યુએસ એમ્બેસી ખાતે ૨ માર્ચે નિર્ધારિત તમામ વિઝા એપોઇન્ટમેન્ટ અને યુએસ નાગરિક સેવાઓ રદૃ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કરાચીમાં યુએસ કોન્સ્યુલેટની બહાર િંહસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. આ પછી, એક અમેરિકન ઢિચુસ્ત કાર્યકર્તાએ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ પાસે પાકિસ્તાનીઓ માટે ગ્રીન કાર્ડ સહિત તમામ વિઝા રદૃ કરવાની માંગ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટમાં, લૌરા લૂમરે, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોને ટેગ કરીને લખ્યું, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે શક્ય તેટલા લાંબા સમય સુધી પાકિસ્તાનીઓ માટે તમામ વિઝા અને ગ્રીન કાર્ડ સ્થગિત કરવા જોઈએ.
કરાચીમાં યુએસ કોન્સ્યુલેટ કમ્પાઉન્ડની બહાર િંહસક વિરોધ પ્રદર્શનો અને અથડામણોના અહેવાલો બાદૃ તેમની માંગણી આવી છે. લૂમરે દૃાવો કર્યો હતો કે ઈરાનના સર્વોચ્ચ નેતાના મૃત્યુથી ગુસ્સે ભરાયેલા છ વિરોધીઓ, પાકિસ્તાનમાં ભારે સુરક્ષાવાળા યુએસ કોન્સ્યુલેટ કમ્પાઉન્ડમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે માર્યા ગયા હતા અને ૨૦ અન્ય ઘાયલ થયા હતા. તેણીએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે આજે બપોરે ફરીથી પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ઘણા અન્ય લોકોને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા હતા. જો કે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેમની માંગનો જવાબ આપ્યો નથી.