લોક વિજ્ઞાન કેન્દ્ર,ગોધરાના ડો. સુજાત વલી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જીલ્લાનું જીલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક વિજ્ઞાન-ગણિત પર્યાવરણ પ્રદર્શન તારીખ 29 નવેમ્બરના રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેકનો સ્કુલ ખાતે યોજાયું હતું. આ પ્રદર્શનમાં લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાના કાર્યકારી પ્રમુખ ડો. સુજાત વલી અને મેનેજર અવિનાશ મિસ્ત્રી હાજર રહ્યા હતા. ડો. સુજાત વલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જો ચીનમાં શાળા કક્ષાના વિજ્ઞાનના પ્રોજેકટ માટે GDP ના 10% બજેટ ફળવાય છે. જયારે ભારતમાં 0.6% બજેટ ફળવાય છે. શાળા કક્ષાએ વિજ્ઞાન પ્રોજેકટ માટે વધુ પ્રોત્સાહક પ્રવુંતિઓ કરવાની જરૂર છે, જેથી વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં વધુ રસ આવે અને નવા નવા વિચારોનું ઇનોવેશન કરે. શાળા કક્ષાએ વધુ પ્રોજેક્ટ બનાવે તેવું જણાવ્યું હતું.
વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિદ્યાર્થીઓને આગળ વધવું હોય અને નવા વિચારોનું ઇનોવેશન કરવું હોય તો ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ટેકનોલોજી દ્વારા માન્યતા ધરાવતા લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાનો સંપર્ક વિદ્યાર્થીઓ કરી શકે છે અને લાભ લઇ શકે છે. તેવું લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાના મેનેજર અવિનાશ મિસ્ત્રીએ જણાવ્યું હતું.