હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ગુમ થયેલ ૧૧ મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત સોંપ્યા

હાલોલ ટાઉન પોલીસ મથકમાં મોબાઈલ ફોન ગુમ થવાની અરજીઓના આધારે તપાસ કરવા માટે જીલ્લા પોલીસવડા અને નાયબ અધિક્ષકની સુચનાથી પો.ઈ. દ્વારા મોબાઈલ ફોન શોધી કાઢવા સી.ઈ.આઈ.આર. પોર્ટલમાં અપલોડ કરી ટેકનીકલ માહિતી મેળવી ૧૧ મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત કરવામાં આવ્યા.

હાલોલ ટાઉન પોલીસ મથક વિસ્તાર માંથી ગુમ થયેલ અથવા ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા તેમજ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક અને જીલ્લા પોલીસવડા શોધી કાઢવા અને ચોરીના બનાવો રોકવા સુચનો આપેલ હોય જેના આધારે નાયબ પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેકટર દ્વારા ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા માટે સર્વેલન્સ ટીમના પોલીસ કર્મીઓએ ગુમ થયેલ મોબાઈલ ફોનની અરજીઓ સી.ઈ.આઈ.આર. પોર્ટલમાં અપલોડ કરી હતી અને ટેકનીકલ માહિતી મળી ગુમ થયેલ ૧૧ મોબાઈલ ફોન કિંમત રૂ.૨,૧૪,૯૯૪/-ના શોધી કાઢવામાં આવ્યા હતા અને અરજદારોને પરત સોપવામાં આવ્યા હતા.