દાહોદ સ્ટેશન રોડ ઉપર એમ્બ્યુલન્સ અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત સરજયો

દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપર દર્દી લઈને જતી એક એમ્બ્યુલન્સની મોબાઈલ સવાર બે મહિલાઓ આવી જતા ગંભીર રીતે ઇજાગ્રત થવાનો બનાવ બન્યો છે. આ ઘટના બનતા લોકો મોટી માત્રામાં ઉમટ્યા હતા. જોકે, એમ્બ્યુલન્સમાં દર્દી હોવાથી તેને તાત્કાલિકરવાના કરવામાં આવી હતી અને બે ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે દવાખાને લઈ જવામાં આવી હોવાની માહિતી મળી છે. અકસ્માત સર્જાતા સ્ટેશન રોડ ઉપર લોકો મોટી માત્રામાં ઉમટ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે આવી મામલો શાંત પાડી અને વધુ તપાસ હાથ ધરી છે. બંને ઈજાગ્રસ્ત મહિલા હાલમાં સારવાર હેઠળ હોવાની માહિતી મળી છે.