વડોદરા કોર્પોરેશનમાં ઇતિહાસ રચાયો,બજેટ સભામાં હોબાળો થતાં મેયરે વિપક્ષના ૭ સભ્યને સસ્પેન્ડ કર્યા

વડોદરા મહાનગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા આજે લોકશાહીના ઇતિહાસમાં યાદગાર બની ગઈ છે. એકતરફ સમય ફાળવણીના મુદ્દે થયેલા હોબાળા બાદ મેયરે કડક વલણ અપનાવી વિપક્ષના તમામ સભ્યોને સસ્પેન્ડ કરી દૃીધા છે, તો બીજી તરફ ભાજપના એક વરિષ્ઠ કાઉન્સિલરે ચાલુ સભામાં જ ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરીને સૌને ચોંકાવી દૃીધા છે.

બજેટ પરની ચર્ચા દૃરમિયાન વિપક્ષી સભ્યોને બોલવા માટે ફાળવવામાં આવેલા સમયના મુદ્દે ભારે ખેંચતાણ થઈ હતી. વિપક્ષી સભ્યોએ મેયર સામે ઉગ્ર વિરોધ નોંધાવી સભામાં હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ કાબૂ બહાર જતી જોઈ મેયર િંપકી સોનીએ શિસ્તભંગના પગલાં લેતા વિપક્ષના તમામ ૭ સભ્યોને સસ્પેન્ડ કરવાનો આદૃેશ આપ્યો હતો. વડોદૃરા કોર્પોરેશનના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે આખેઆખા વિપક્ષને સભામાંથી બહાર કરી દૃેવામાં આવ્યો હોય.

સભામાં જ્યારે રાજકીય ગરમાવો હતો, ત્યારે વોર્ડ નંબર ૩ ના ભાજપના પીઢ કાઉન્સિલર પરાક્રમિંસહ જાડેજાએ ઉભા થઈને જાહેરાત કરી કે, હવેથી તેઓ કોઈ પણ પ્રકારની ચૂંટણી લડશે નહીં. છેલ્લા ૧૦ વર્ષથી ભાજપમાં સક્રિય અને સૌના માનીતા પરાક્રમિંસહે જણાવ્યું કે હવે નવા કાર્યકરોને તક મળવી જોઈએ. તેમણે ખાતરી આપી કે તેઓ ચૂંટણી નહીં લડે પણ આજીવન ભાજપના કાર્યકર તરીકે સેવા આપતા રહેશે અને નવા ઉમેદવારને જીતાડવાની જવાબદૃારી પણ પોતે લેશે.

પરાક્રમિંસહની આ જાહેરાત બાદ સભામાં હાજર તમામ સભ્યો ભાવુક જોવા મળ્યા હતા. મેયર િંપકી સોનીએ જણાવ્યું કે, પરાક્રમિંસહ હંમેશા મહિલા કાઉન્સિલરોને ‘બેનબા કહીને સંબોધતા અને પિતાતુલ્ય પ્રેમ આપતા. વિપક્ષી સભ્ય પુષ્પા વાઘેલાએ પણ પરાક્રમિંસહના કામના વખાણ કર્યા હતા અને નવા સભાગૃહમાં તેમનું નામ જોડાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.