ગોધરા તાલુકાના છાવડ ગામે રહેતા આરોપી ફરિયાદીના ધરે આવ્યો હતો અને ૯ વર્ષીય સગીરાને ધરની પાછળ કોઠીયામાં લઈ જઈ સગીરનું મોઢું દબાવી શારીરિક છેડછાડ કરી ગુનો કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવા પામી છે.
ગોધરા તાલુકાના છાવડ ગામે વણકર ફળીયામાં રહેતા આરોપી પ્રકાશભાઇ લક્ષ્મણભાઇ વણકર જે ફરિયાદીના ધરે તા.૬ ફેબ્રુઆરીના રોજ પાંચ વાગ્યે આવ્યો હતો. ફરિયાદી કે બીજું કોઈ ધમાં હાજર ન હતા અને ધરે ફરિયાદીની ૯ વર્ષીય સગીરને આરોપી સગીર એકલી હોય તેનો લાભ લઈને બાળકીને ધરની પાછળ આવેલ કોઠીયામાં લઈ ગયો હતો અને બાળકીનો હાથ પકડીને મોઢું દબાવી ખેંચતાણ કરીને શારીરિક છેડછાડ કરી હતી અને બાળકીનો લેંધો કાઢી નાખ્યો હતો. ફરિયાદી ધરે આવતાં તેમને જાણ થતાં જેઠાણી અને નણંદને જાણ કરી ૧૦૮ મારફતે બાળકીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે આરોપી પ્રકાશભાઇ લક્ષ્મણભાઇ વણકર વિદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.