કાલોલના બોરૂ ગામે પૈસા લઈને રેતી ખનન કરાવતા બે શખ્સો કોણ? સરકારી તિજોરીને નુકશાન કરી પોતાની તિજોરી ભરતા તત્વોને નાથવાની જરૂર

કાલોલ તાલુકાના બોરૂ ગામમાં નદી કિનારે રેલવે પુલ પાસેથી માસ મોટા ખાડા પાડી બેફામ રેતી ખનન ચાલી રહ્યુ છે. આ સ્થળે મોટા નેતાઓના નામે સ્થાનીક માફિયા દ્વારા રેતી ખનન કરવામાં આવતું હતું. ત્યારબાદ હાલમાં બો‚ ગામના બે શખ્સો ટ્રેકટર વાળા પાસે થી રૂપિયા લઈને રેતી ખનન કરવાની છુટ આપી છે. શું આ બે શખ્સો સરકારી ખનીજ ના માલીક છે કે આ રીતે પૈસા લઈને રેતી ખનન કરવાની છુટ આપી રહ્યા છે? સરકારની સમાંતર પોતાની આવી હકુમત ચલાવનારા આ બન્ને કોણ? તેવો પ્રશ્ન સ્થાનીક લોકો પૂછી રહ્યા છે. નદીમાં મોટા મોટા ખાડા પાડીને દરરોજ સંખ્યાબંધ ટ્રેક્ટરો થી રેતી ભરી જતા કાલોલ, બાકરોલ, બોરૂ ના ટ્રેક્ટર ચાલકો માસીક દશ થી વીસ હજાર જેટલા રૂપિયા લઈને સ્થાનિક તત્વોએ નદીમાં થી રેતી કાઢવાની છૂટ આપી દીધી છે. હાલમાં રેતી ના ટ્રેક્ટર નો બજાર ભાવ રૂ. ૨૨૦૦/ થી ૨૫૦૦/ ચાલે છે અને ટ્રેક્ટર ચાલકો બો‚ ના આ બે ઈસમોને માસીક હપ્તો આપીને બિનધાસ્ત ટ્રેકટરો ભરી જાય છે ન કોઈ રોકવા વાળા છે ના કોઈ ટોકવા વાળા. સ્થાનિક ગ્રામ પંચાયત તેમજ તલાટી તેમજ મામલતદાર અને ખાણ ખનીજ વિભાગને પડકાર આપી ખુલ્લેઆમ પૈસા લઈને રેતી કઢાવનાર આ બન્ને ઈસમો સ્થાનીક નેતાઓનું પણ નામ બદનામ કરી રહ્યા છે. સ્થાનીક નેતાઓના નામે પોતાની તિજોરી ભરતા અને સરકારને સમાંતર પોતાની સરકાર ચલાવનાર આ તત્વોને તાકીદે નાથવાની જ‚ર છે નહી તો રેલવે બ્રીજ નજીકની જમીન પણ આ તત્વો ખોદી કાઢશે તેવી સંભાવના છે.