
ધ્રોલમાં નગરપાલિકાની કચેરી નજીક આવેલી તુલજા ભવાની જ્વેલર્સ નામની દૃુકાનમાં મકરસંક્રાંતિના રાત્રીના કોઈ અજાણ્યા ચોરોએ દૃુકાનની પાછળની દિૃવાલમાં બાકોરું પાડી, ૨૬.૯૬ લાખના સોના ચાંદૃીના દૃાગીનાની ચોરી કરી હતી. જે ચોરીના અનુસંધાને તુલજા ભવાની જ્વેલર્સના માલિક પ્રકાશ હેમતલાલ સોનીએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદૃ નોંધાવી હતી.
આ ફરિયાદૃ બાદૃ જામનગરની એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની જુદૃી જુદૃી ટીમો બનાવી સી.સી.ટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દૃરમિયાન ચોરીના માત્ર ચાર દિૃવસમાં જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે ત્રણ ચોર ઇસમોને પકડી પાડ્યા છે અને ચોરાયેલા સોના-ચાંદૃીના દૃાગીના સહિત મોટર સાઇકલ તથા ચોરી કરવામાં ઉપયોગ લીધેલ હથિયાર પણ પકડી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, આ કેસની તપાસ દૃરમિયાન જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, મૂળ દૃાહોદૃના ધાનપુર તાલુકાના મોટી મલુ ગામના ત્રણ ખેત મજૂરો આ ચોરેલ સોના ચાંદૃીના દૃાગીના લઈ મોટર સાયકલમાં જોડીયાથી ધ્રોલ તરફ આવી રહૃાા છે. જેથી ધ્રોલના ચામુંડા પ્લોટ પાણીના ટાંકા પાસે ખેત મજૂરી સાથે તસ્કરી કરનાર ત્રિપુટી પહોંચતા જ દૃબોચી લીધી હતી.
એલસીબીએ પકડેલા આ ચોરોની ઓળખ ૨૫ વર્ષીય હિમતભાઈ પાંગળાભાઈ મહેડા, લખતરમાં રહેતા ૨૩ વર્ષીય શૈલેષભાઈ નવલસીંગ મહેડા અને તેની સાથે પડધરીના રંગપુર ગામમાં રહેતા ૨૫ વર્ષીય ટીનુભાઈ પાંગળાભાઈ મહેડા તરીકે થઈ છે, આ ત્રણેય શખ્સો દૃાહોદૃથી જામનગર જિલ્લામાં જોડિયા પંથકમાં ખેત મજૂરી કરવા આવેલા હતા અને અહીં કેશિયામાં રહેતા હતા, જેઓ સોના-ચાંદૃીના દૃાગીના, મોટર સાઇકલ તથા ચોરી કરવામાં ઉપયોગ લીધેલ હથિયાર સાથે ઝડપી પાડ્યા છે.