અમદાવાદની ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ધ નેશનલ સ્કૂલમાં સેવેન્થ-ડે સ્કૂલ જેવી ઘટના બની છે જેમાં ધોરણ ૧૦ ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર સ્કૂલની બહાર ચાકુ વડે હુમલો કરીને ઘા માર્યા છે. અગાઉની અદૃાવતમાં વિદ્યાર્થીએ ચાકુના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હાલ તપાસમાં લાગી છે અને ફરિયાદૃ નોંધી છે. મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા સ્કૂલની બહાર ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદૃ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. અને તે વાત યાદૃ રાખીને આજે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જો કે આ વિદ્યાર્થીને ઘા વાગતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો.
ડીઇઓ રોહિત ચૌધરીએ જણાવ્યું કે તેમણે આ મામલે શાળાના સંચાલક સાથે ટેલિફોનિક વાતચીત કરીને યોગ્ય દિૃશામાં પગલાં લેવા જણાવ્યું છે. અને તેમને મળતી પ્રાથમિક માહિતી મુજબ ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને બહાર નીકળ્યા પછી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો ધોરણ ૧૦ ના વિદ્યાર્થી પર થયો છે પણ હુમલો કરનાર કોઈ બહારની હતું તેઓ શાળાના વિદ્યાર્થી નહોતા. જએ અંગે નજીકના પોલિસ સ્ટેશનમાં સત્વરે જાણ કરી છે અને પોલીસે પણ આ અંગે ઝ્રઝ્ર્ફ ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીને માથાના અને ગાળાના ભાગે ઇજા થઈ છે અને સારવાર કરાવીને તેને રજા આપી દૃેવાઈ છે. આ કોઈ અંગત અદૃાવતમાં કર્યું હોઈ શકે છે. આ બાબતે સ્કૂલ સંચાલક પાસેથી વધુ વિગતો મંગાવીને આગળની તપાસ હાથ ધરાઇ છે.
તો બીજી તરફ નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા હુમલાની ઘટનાને મામલે રાજ્યના શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ ઘટના અંગે નોંધ લીધી છે અને સમગ્ર કેસની વિગત મેળવવા માટે કાર્યવાહી શરૂ કરી છે. શિક્ષણમંત્રીએ અમદૃાવાદૃ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે નેશનલ સ્કૂલમાં બનેલી હુમલાની ઘટનાની સંપૂર્ણ વિગતો માગી છે. અમદૃાવાદની સેવન્થ ડે સ્કૂલ બાદૃ વિદ્યાર્થી પર હુમલાની આ બીજી ગંભીર ઘટના સામે આવતા શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર પ્રશ્ર્નો ઊભા થયા છે.
૧૯ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ અમદૃાવાદૃના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક ગંભીર ઘટના સામે આવી હતી. સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ ૧૦ના એક વિદ્યાર્થીની તેના જ ધોરણના બીજા વિદ્યાર્થીએ બોક્સ કટર વડે હુમલો કરીને હત્યા કરી હતી. આ ઘટનાના લગભગ ૧૫ દિૃવસ બાદૃ ૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સ્કૂલના ઝ્રઝ્ર્ફ ફૂટેજ જાહેર થયા હતા. આ ઘટનાને લઈને સ્કૂલની બેદૃરકારી હોવાનું આક્ષેપ કરતા વાલીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને વિરોધ દૃરમિયાન સ્કૂલમાં તોડફોડ પણ કરી હતી. ઘટનાના પગલે સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું.