ગોધરા કમલમ ખાતે મહારાષ્ટ્રની ચુંટણીમાં ભાજપની જીતની ઉજવણી કરાઈ

મહારાષ્ટ્ર રાજ્યમાં આજરોજ ચુંટણીઓના પરીણામ જાહેર થયા જેમા ભાજપ અને તેની યુતિની જોરદાર જીત થઈ છે અને આ વાતને લઇ ભાજપ આગેવાનો અને કાર્યકરો ઉત્સાહમાં છે.

પંચમહાલ જીલ્લા ભાજપ દ્વારા મહારાષ્ટ્રમાં ભાજપ જવલન્ત વિજયને હર્ષોલ્લાસ થી વધાવીને ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી.

આ પ્રસંગે પંચમહાલ ભાજપના પ્રમુખ મયંકભાઇ દેસાઈ, મહામંત્રી કુલદીપસિંહ સોંલકી, મંત્રી પરેશભાઈ ચૌહાણ, ઉપાધ્યક્ષ કકુલ પાઠક, શહેર ભાજપ પ્રમુખ નિર્મિતભાઈ દેસાઈ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી સંજય રાણા, પ્રદેશ કારોબારીના પવન ભાઈ સોની સહીત અનેક અગ્રણીઓ હાજર રહી વિજયત્સવ મનાવ્યો હતો.