સુરત શહેરમાં ઉતરાયણના પર્વ પર બે આશાસ્પદૃ યુવાનોના મોતની ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં પતંગ ચગાવતા સમયે ધાબા પરથી પટકાતા ૧૪ વર્ષીય કિશોરીએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અલથાણ વિસ્તારમાં પતંગની ઘાતક દૃોરીએ ૨૩ વર્ષીય યુવકનો ભોગ લીધો છે.
ભેસ્તાન વિસ્તારમાં આવેલી જય રાધે સોસાયટીમાં બુધવારે (૧૪મી જાન્યુઆરી) સાંજે એક દયદ્રાવક ઘટના બની હતી. ૧૪ વર્ષની કિશોરી (મંટુ) પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહી હતી. પતંગના પેચ લડાવવાના આનંદૃમાં કિશોરીનું ધ્યાન ન રહેતા તે અચાનક ધાબા પરથી નીચે પટકાઈ હતી.
નીચે પટકાતા જ સોસાયટીના લોકો દૃોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે, સારવાર શ થાય તે પહેલા જ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ભેસ્તાન પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ બાદૃ મૃતદૃેહ પરિજનોને સોંપવામાં આવશે.
બીજી તરફ, સુરતના અલથાણ વિસ્તારમાં પતંગની દોરીજીવલેણ સાબિત થઈ છે. ૨૩ વર્ષીય પ્રિન્સ બાથમ નામનો યુવક સાંજના સમયે પોતાની મોપેડ પર બહાર નીકળ્યો હતો. રસ્તા પરથી પસાર થતી વખતે અચાનક પતંગની ધારદૃાર દૃોરી તેના ગળામાં આવી ગઈ હતી. દૃોરી વાગતા જ પ્રિન્સ લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયો હતો. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દૃરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
ઉતરાયણના તહેવારમાં આ બંને યુવાનોના અકાળે મોતથી તેમના પરિવારોમાં ભારે શોક વ્યાપી ગયો છે. જે ઘરોમાં તહેવારની તૈયારીઓ હતી ત્યાં આજે આક્રંદૃ સાંભળવા મળી રહૃાું છે. પતંગ ચગાવતી વખતે ધાબાની પાળી પાસે ન જવા અને ટુ-વ્હીલર ચલાવતી વખતે ગળામાં પટ્ટો કે હેલ્મેટ પહેરવા વહીવટી તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે. તમારી એક નાની ભૂલ તહેવારને માતમના માહોલમાં બદલી શકે છે.