ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી કારોબારી બેઠકમાં ગરમાગરમી અને ઉગ્ર બોલાચાલી; ૧૧ ડિસેમ્બરે કલ્પેશ અડ ચાર્જ સંભાળશે તેવી શક્યતા.
ઝાલોદ શિક્ષક સોસાયટીમાં ચેરમેન પદને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ખેંચતાણ આજે યોજાયેલી કારોબારી બેઠકમાં સ્પષ્ટ જોવા મળી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી આ બેઠકમાં ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો અને સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.
મળતી માહિતી મુજબ, હાલના ચેરમેન ગણપત ડાંગીએ ૩૧-૧૦-૨૦૨૬ની તારીખે રાજીનામું આપ્યું હતું. જોકે, રાજીનામાના પત્રમાં દર્શાવેલી તારીખ અને અન્ય પત્રમાં ઉલ્લેખિત ૧૩ મહિનાની મુદતને લઈને વિવાદ ઊભો થયો હતો. શબ્દોના અર્થઘટનને આધારે ચેરમેન પદ છોડવાની પ્રક્રિયા અટવાઈ હતી. રાજીનામું આપ્યું હોવા છતાં ગણપત ડાંગી ૧૩ મહિનાની મુદત પૂર્ણ કરવા માગતા હોવાની ચર્ચા બેઠકમાં જોવા મળી હતી.

આ મુદ્દે કારોબારી બેઠકમાં ભારે ચર્ચા અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. અંતે ૧૩ મહિનાની મુદત પૂર્ણ કરવા અંગેની બાબત કારોબારી સમિતિની બેઠકમાં મંજૂર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ, બેઠકમાં થયેલી ચર્ચા મુજબ આગામી ૧૧ ડિસેમ્બરના રોજ કલ્પેશ અડ ચાર્જ સંભાળશે તેવું નક્કી કરવામાં આવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ચાર્જ સોંપતા પહેલાં વધુ એક કારોબારી બેઠક યોજાશે અને તેના એજન્ડામાં જરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કલ્પેશ અડને સાત મહિના માટે જવાબદારી સોંપવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઝાલોદ શિક્ષક સોસાયટીમાં .૧૫૦ કરોડથી વધુનો વહીવટ થતો હોવાનું કહેવાય છે. આવી મોટી આર્થિક જવાબદારી ધરાવતી સંસ્થાના ચેરમેન પદને લઈને સર્જાયેલી ખેંચતાણને પગલે શિક્ષક આલમમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. હવે આગામી કારોબારી બેઠકમાં આ સમગ્ર વિવાદનો કેવો અંત આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.