જય દશામા વિદ્યામંદિર, ઝાલોદ ખાતે દિવાળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી

જય દશામા વિદ્યામંદિર, ઝાલોદ ખાતે દિવાળીના પાવન પર્વ નિમિત્તે આનંદ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ ડામોર દ્વારા શાળા અને કોલેજના તમામ કર્મચારીઓને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ દિવાળીના પર્વ નિમિત્તે તમામ કર્મચારીઓને મીઠાઈ તથા ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રમુખના હસ્તે મીઠાઈ અને ભેટ પ્રાપ્ત થતાં કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે પ્રમુખએ શાળા અને કોલેજના સમગ્ર શિક્ષકગણ તથા કર્મચારી પરિવારને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી અને સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓનું આગમન થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

આમ, જય દશામા વિદ્યામંદિર, ઝાલોદ ખાતે દિવાળી પર્વની ઉજવણી સ્નેહ, આનંદ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં કરવામાં આવી હતી.