
૧૧થી ૧૮ નવેમ્બર દરમિયાન કંબોઈના ગુરૂ ગોવિંદધામ ખાતે યોજાશે વિવિધ કાર્યક્રમો; ધારાસભ્ય મહેશ ભૂરીયા અને અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું.
ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતી નિમિત્તે ૧૧થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગપે ઝાલોદ ૧૩૦ વિધાનસભા મતવિસ્તારમાં ઝાલોદ તાલુકા તેમજ ગોવિંદ ગુ લીમડી તાલુકાના કંબોઈ સ્થિત ગુ ગોવિંદધામ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે.
આ આયોજનને સફળ અને સુવ્યવસ્થિત બનાવવા ઝાલોદ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી એ.કે. ભાટીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં મામલતદાર શૈલેન્દ્ર પરમાર સહિત વિવિધ વિભાગોના સંકલન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઝાલોદ ૧૩૦ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની રૂપરેખા, વિવિધ વિભાગોની જવાબદારીઓ, વ્યવસ્થાઓ અને જનભાગીદારી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક બાદ ધારાસભ્ય મહેશ ભૂરીયા તથા તમામ સંકલન અધિકારીઓ કંબોઈ સ્થિત ગુરૂ ગોવિંદધામ ખાતે પહોંચ્યા હતા અને કાર્યક્રમના આયોજન માટે સ્થળ નિરીક્ષણ કરી જરૂરી વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમો અને આદિવાસી પરંપરાને મળશે પ્રાધાન્ય : જનજાતીય ગૌરવ સપ્તાહ દરમિયાન આદિજાતિ સમુદાયનાં દેવી-દેવતાઓનું પૂજન, પરંપરાગત સાંસ્કૃતિક કલા, લોકનૃત્યો, ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ભગવાન બિરસા મુંડાજી તથા આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના ગૌરવશાળી ઇતિહાસ અને બલિદાનને લોકો સુધી પહોંચાડવા વિશેષ પ્રવૃત્તિઓ હાથ ધરાશે.
વિકાસલક્ષી યોજનાઓ અને લાભાર્થીઓને સહાય : ઉજવણી દરમિયાન વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. સરકારની વિવિધ યોજનાઓ હેઠળ વ્યક્તિગત લાભાર્થીઓને સહાય અને લાભોનું વિતરણ કરાશે. આ ઉપરાંત ભગવાન બિરસા મુંડાજી અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના નામે રોડ, હોસ્ટેલ, શાળા, લાઇબ્રેરી સહિતના વિકાસ પ્રકલ્પોનું નામકરણ કરવાની પ્રવૃત્તિ પણ યોજનામાં સમાવિષ્ટ છે. ટ્રાયબલ બૂથ અને ટ્રાયબલ કાફે જેવી સુવિધાઓની શરૂઆત કરવા અંગે પણ આયોજન કરવામાં આવ્યું છે.
આદિવાસી સમાજની પ્રતિભાઓનું સન્માન કરાશે : આદિજાતિ સમુદાયના સ્વાતંત્ર્ય સેનાનીઓ, વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવનાર પ્રતિભાઓ અને રમતવીરોનું સન્માન કરવામાં આવશે. સાથે જ આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ૧૦૦ ટકા પરિણામ હાંસલ કરનાર શાળાઓને પણ સન્માનિત કરવામાં આવશે.
૧૫ નવેમ્બરે વિશેષ ઉજવણી, ૧૬થી ૧૮ નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો : જનજાતીય ગૌરવ સપ્તાહના નિર્ધારિત કાર્યક્રમો અનુસાર ૧૫ નવેમ્બરે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ, પરંપરાગત વાજિંત્રો અને આદિવાસી લોકનૃત્યો સાથે શોભાયાત્રા તથા જાહેર સભાનું આયોજન થશે. સભામાં વન અધિકારપત્રોનું વિતરણ, નવી યોજનાઓની જાહેરાત અને લાભાર્થીઓને સહાય આપવામાં આવશે.
૧૬ નવેમ્બરે પ્રબુદ્ધ નાગરિક સંમેલન, ૧૭ નવેમ્બરે પરંપરાગત દેશી ગ્રામ્ય રમતોત્સવ અને ૧૮ નવેમ્બરે આદિવાસી મહિલાઓની વિશેષ સભાનું આયોજન કરવામાં આવશે.
આ સમગ્ર ઉજવણીનો મુખ્ય હેતુ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને યોગદાનને ઉજાગર કરવાની સાથે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવાનો છે. ઝાલોદ ૧૩૦ વિધાન