દ્રષ્ટિ નેત્રાલય ચાકલીયા રોડ દાહોદ ખાતે દિવાળી પર્વે આંખમાં ઈજા પામેલાઓની સારવાર કરવામાં આવશે

દિવાળી આનંદ તેમજ હર્ષોલ્લાસ નો તહેવાર છે આ તહેવારમાં લોકો ફટાકડા દારૂખાનું તેમજ રોકેટ ફોડી આનંદ માણતા હોય છે દાહોદ જિલ્લામાં દિવાળી પર્વ ની ઉજવણી અન્ય શહેરો કરતા વિશિષ્ટ રીતે કરવામાં આવે છે તેમાંય અમુક સ્થળો એ સામ સામે રોકેટ કે અન્ય ફટાકડા થી આંખમાં ઈજા થવાના બનાવ બનતા હોય છે ફટાકડા નો દારૂ ગોળો તેમજ કેમિકલ આંખમાં જતા આંખને નુકસાન થાય છે દિવાળી પર્વે આંખમાં ઈજા થાય તો સારવાર મળી રહે તે માટે દ્રષ્ટિ નેત્રાલય ચાકલિયા રોડ દાહોદ ખાતે તારીખ 8 રવિવાર તેમજ 9 સોમવાર 10 મંગળવાર ના રોજ 24 કલાક માટે આપાતકાલીન ઇજા વિભાગ ચાલુ કરવામાં આવનાર છે જેમ દ્રષ્ટિ નેત્રાલય ડાયરેક્ટર ડોક્ટર શ્રેયાબેન શાહ દ્વારા સગવડ નો જનતા ને લાભ લેવા જણાવાયું છે