ઝાલોદમાં ફરજ દરમિયાન ઢળી પડેલા બી.એલ.ઓ.ને કામમાંથી મુક્તિ મળતા કામમાં જોતરાયા

ઝાલોદ ઉર્દુ પ્રાથમિક શાળા ખાતે બુથ લેવલ ઓફિસર(બી.એલ.ઓ.)તરીકે ફરજ બજાવતા હુસૈન મીયાં ગુલામ રસુલ શેખ મતદાર યાદીની કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા. તેમની તબિયત લથડતા તાત્કાલિક તેમને એમ્બ્યુલન્સ મારફતે દવાખાને લઈ જવાયા હતા. આ ગંભીર ધટનાની જાણ થતાં જ ઝાલોદના પ્રાંત અધિકારી એ.કે.ભાટિયાએ હુસેૈન મીયાં શેખને તત્કાળ કામગીરીમાંથી મુક્તિનો ઓર્ડર કર્યો હતો. જેથી તેઓ સંપુર્ણ આરામ કરી શકે. બીજા દિવસે પ્રાંત અધિકારી એસ.આઈ.આર.ની કામગીરીની સમીક્ષા માટે નીકળ્યા હતા. જયારે તેઓ ઝાલોદ ઉર્દે પ્રાથમિક શાળા ખાતે મુલાકાતે પહોંચ્યા ત્યારે તેઓ આશ્ર્ચર્યચક્તિ થઈ ગયા હતા. જે બી.એલ.ઓ.હુસેૈન મીયાં શેખને ગંભીર સ્વાસ્થ્ય બાદ કામમાંથી મુકત કરવામાં આવ્યા હતા. તે જ બી.એલ.ઓ.સ્વાયં પોતે પોતાની ફરજ પર હાજર રહીને કામગીરી કરી રહ્યા હતા. પ્રાંત અધિકારી એ.કે.ભાટિયાએ બી.એલ.ઓ.હુસેૈન મીયાં શેખને આ ફરજ પ્રત્યે નિષ્ઠા જોઈને તેમના કાર્યની પ્રશ્રંસા કરી હતી. બુથ નં.-47 (વોર્ડ નં.-2)પર કુલ 1231 મતદારો નોંધાયેલા છે. જેમાંથી 1167 મતદારોના ફોર્મ ભરવાની કામગીરી સફળતાપુર્વક પુર્ણ થઈ ગઈ છે. આ બુથની અંદાજે 96 ટકા કામગીરી પુર્ણ થઈ ચુકી છે.