દે.બારીઆના ટીકડી ગામે ખેતરના ઢાળમાં ટ્રેકટર ઉંચુ થઈ જતાં ટ્રેકટરની ટ્રોલી વચ્ચે ફંગોળાયેલ મહિલાનુ મોત

દે.બારીઆમાં ટીકડી ગામમાં ખેતરમાં ઢાળામાં ટ્રેકટર આગળથી ઉંચુ થઈ જતાં ટ્રેકટર અને ટ્રોલી વચ્ચે ફંગોળાઈ જતાં મહિલાનુ મોત નીપજયું હતુ. જયારે એક બાળકને ઈજાઓ પહોંચી હતી. ટ્રેકટર ચાલક સામે દે.બારીઆ પોલીસે ફેટલનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

દે.બારીઆ તાલુકાના ટીકડી ગામના સાલીયા ફળિયામાં રહેતો લાલસીંગભાઈ કરસનભાઈ બારીયાતેની પત્નિ રેખાબેન બારીયા અને છોકરો જીજે-20-એએચ-3925 નંબરના ટ્રેકટરમાં બેસીને જતા હતા. ટ્રેકટર તેમના ગામના જુના વડેલ ફળિયાનો ચેતનાભાઈ બાબુભાઈ હંકારતો હતો. પુરઝડપે અને ગફલતભરી રીતે ટ્રેકટર હંકારતા લાલસીંગભાઈ અને તેમની પત્નિ ડ્રાઈવર ચેતનને પુરઝડપે હંકારવાનુ ના પાડતા છતાં તેને ઝડપથી અને બેદરકારી પુર્વક હંકારતા ખેતરમાં ઢાળવાળી જગ્યાએ ટ્રેકટર આગળથી ઉંચુ થઈ જતાં જેમાં લાલસીંગભાઈની પત્નિ અને પુત્ર ટ્રેકટર અને ટ્રોલીથી વચ્ચે ફંગોળાઈ ગયા હતા. જેમાં માતા-પુત્ર બંનેને ઈજાઓ થઈ હતી. જેમાં રેખાબેન લાલસીંગભાઈ બારીયાને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજયું હતુ. અકસ્માત સર્જાતા ચેતનભાઈ બારીયા ટ્રેકટર લઈને નાસી ગયો હતો.